આ ચોખ્ખો અકસ્માત જ હતો, એને રાજકીય રંગ ન આપો

29 January, 2026 08:43 AM IST  |  Baramati | Gujarati Mid-day Correspondent

શરદ પવારે આ દુર્ઘટનામાં કોઈ કાવતરું હોવાની શક્યતાને ફગાવી દેતાં કહ્યું...

જ્યાં અજિત પવારનું પ્લેન ક્રૅશ થયું એ રનવેની ગઈ કાલે કાકા શરદ પવારે મુલાકાત લીધી હતી

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના સ્થાપક અને અજિત પવારના કાકા શરદ પવારે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી. આ ઘટના કોઈ રાજકીય કાવતરું હોવાની શંકાને ફગાવી દેતાં તેમણે પત્રકારોને કહ્યું હતું કે ‘આ એક અકસ્માત હતો, એમાં કોઈ રાજકારણ નહોતું. કેટલાક લોકો આ ઘટનાને રાજકીય રંગ આપવાનું કામ કરી રહ્યા છે. આ ઘટનામાં કોઈ રાજકારણ નહોતું, એ પ્યૉરલી ઍક્સિડન્ટ જ હતો. આ ઘટનાએ મને અને આખા રાજ્યને બહુ જ દુઃખ પહોચાડ્યું છે. હું બધાને અપીલ કરીશ કે આ દુઃખદ ઘટનાને રાજકીય રંગ ન આપતા.’ 

ajit pawar plane crash celebrity death baramati sharad pawar nationalist congress party maharashtra news maharashtra mumbai mumbai news