12 April, 2025 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવારના પુત્રની સગાઈમાં શરદ પવાર અને સુપ્રિયા સુળે હાજર રહ્યાં
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નાના પુત્ર જય પવારની ગઈ કાલે થયેલી સગાઈમાં શરદ પવાર અને સુપ્રિયા સુળે હાજર રહ્યાં હતાં. પુણેની ભાગોળે આવેલા ઘોટવડે ફાર્મહાઉસમાં જયની ઋતુજા પાટીલ સાથે સગાઈ થઈ હતી. આ ફંક્શનમાં શરદ પવારનાં પત્ની પ્રતિભા પવાર પણ હાજર રહ્યાં હતાં. ગયા મહિને જય અને ઋતુજા શરદ પવારના ઘરે આશીર્વાદ લેવા માટે ગયાં હતાં.
કાકા શરદ પવારનો સાથ છોડીને અજિત પવારે રાજનીતિમાં પોતાનો અલગ રાહ બનાવી દીધો છે. ત્યારથી તેમની વચ્ચેના સંબંધોમાં પણ તિરાડ પડી છે. જોકે છેલ્લા થોડા સમયથી બન્ને બાજુ થોડી નબળી પડી છે.