પાર્ક કરેલી કારની વિન્ડો તોડીને લૅપટૉપ અને ફોન ચોરનારી ટોળકીને પોલીસે પકડી

10 February, 2026 07:29 AM IST  |  Mumbai | Shirish Vaktania

૭૦ જેટલા CCTV કૅમેરાનાં ફુટેજના આધારે ઇન્ટરસ્ટેટ ગૅન્ગ પકડાઈ

ગૅન્ગ પકડાઈ

કારની વિન્ડો તોડીને લૅપટૉપ, ફોન વગેરે ચોરતી એક ઇન્ટરસ્ટેટ ગૅન્ગની આંબોલી પોલીસે ધરપકડ કરી છે. એને કારણે મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં નોંધાયેલા ચોરીના અનેક કેસોનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ ડિટેક્શન ટીમ દ્વારા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની તપાસને આધારે ગૅન્ગ પકડાઈ હતી.૨૯ જાન્યુઆરીએ સાંજે સાડાછથી સાડાસાત વાગ્યાની વચ્ચે એક અજાણ્યા આરોપીએ અંધેરી- વેસ્ટમાં ન્યુ લિન્ક રોડ પર સબ ટીવી લેનમાં પાર્ક કરેલી કારની બારી તોડી નાખી હતી અને લૅપટૉપ, બૅગ, લૅપટૉપ ચાર્જર અને આઇફોન ચાર્જર લઈને ફરાર થઈ ગયો હતો.
ફરિયાદના આધારે આંબોલી પોલીસે અજાણી વ્યક્તિઓ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને તપાસ શરૂ કરી હતી. સબ-ઇન્સ્પેક્ટર પ્રદીપ ફુન્ડે અને તેમની ટીમે એન્ટ્રી અને  એક્ઝિટ પૉઇન્ટ પરના ૭૦ CCTV કૅમેરાનાં ફુટેજ સ્કૅન કર્યાં હતાં. ૩ દિવસ સુધી શંકાસ્પદોની ગતિવિધિઓ પર નજર રાખ્યા પછી ટીમે ભિવંડીના નારપોલી વિસ્તારમાંથી મૂળ દિલ્હી અને તામિલનાડુના આરોપીઓને શોધી કાઢ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી.

પોલીસે ૩ લૅપટૉપ અને એક ઍપલ આઇપૅડ સહિત આશરે ૩.૨૫ લાખનાં ચોરી કરેલાં ડિવાઇસ જપ્ત કર્યાં હતાં. તેમણે કારની બારીઓ તોડવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો અને પેપર-સ્પ્રે તેમ જ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી બાઇક જપ્ત કરી હતી.

વધુ તપાસમાં મુંબઈ, નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં નોંધાયેલા ઓછામાં ઓછા ૮ સમાન ગુનાઓમાં ત્રણેની સંડોવણીનો ખુલાસો થયો હતો.

ગૅન્ગની મોડસ ઑપરેન્ડી શું હતી ?

પોલીસે જણાવ્યું હતું કે ‘ટોળકી સાંજે કમર્શિયલ અને રેસિડેન્શિયલ વિસ્તારોમાં પાર્ક કરેલાં વાહનોની રેકી કરતી હતી. પછી હથોડી અને લોખંડના પંચનો ઉપયોગ કરીને કારની બારીના કાચ ઝડપથી તોડી નાખતા હતા, જેનાથી ઓછામાં ઓછો અવાજ થતો હતો. તૂટેલા કાચ સાફ કરવા અથવા બળપૂર્વક કમ્પાર્ટમેન્ટ ખોલવા માટે પેઇરનો ઉપયોગ કરવામાં આવતો હતો. એક વાર અંદર ગયા પછી ગૅન્ગ કીમતી વસ્તુઓ ચોરીને ભાગી જતી હતી. પોલીસે જણાવ્યું હતું કે પસાર થતા લોકોથી બચવા માટે આરોપી પેપર-સ્પ્રેનો ઉપયોગ કરતા હતા.

mumbai news mumbai mumbai police maharashtra news maharashtra Crime News mumbai crime news columnists jogeshwari