અમિતાભ બચ્ચનને બૉમ્બે HCમાંથી રાહત,BMC સામે પક્ષ રજૂ કરવા મળ્યો 3 અઠવાડિયાનો સમય

23 February, 2022 09:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉર્ટે બચ્ચનને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 3 સપ્તાહનો સમય આપ્યો છે અને ત્યાં સુધી બીએમસીના કોઈપણ એક્શન પર સ્ટે મૂક્યો છે.

અમિતાભ બચ્ચન (ફાઈલ તસવીર)

અમિતાભ બચ્ચનના બંગલા પ્રતીક્ષોની સામે રસ્તો પહોળો કરવા માટે બીએમસી અમુક જમીનનો ભાગ અધિગ્રહણ કરવા માગે છે. હવે આ મામલે અમિતાભ બચ્ચનને હાઇકૉર્ટ પાસેથી રાહત મળી છે. કૉર્ટે બચ્ચનને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 3 સપ્તાહનો સમય આપ્યો છે અને ત્યાં સુધી બીએમસીના કોઈપણ એક્શન પર સ્ટે મૂક્યો છે.

બૉલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને બૃહ્નમુંબઈ મ્યનિસિપલ કૉર્પોરેશન વચ્ચે છેલ્લા ઘણાં સમયથી તાણ ચાલી રહી છે. આ મુદ્દે અમિતાભ બચ્ચનને બૉમ્બે હાઇકૉર્ટ પાસેથી થોડી રાહત મળી છે. હાઈ કૉર્ટે અમિતાભ બચ્ચનને બીએમસીની સામે પક્ષ રાખવા માટે 3 અઠવાડિયાનો સમય આફ્યો છે અને ત્યાં સુધી બીએમસીના તેમના વિરુદ્ધના કોઈપણ એક્શન પર સ્ટે મૂકી દીધો છે.

હાઇકૉર્ટે પોતાના આદેશમાં બીએમસીને કહ્યું કે તે 17 ફેબ્રુઆરીના આપવામાં આવેલા અમિતાભ બચ્ચનના પક્ષ પર છ અઠવાડિયામાં વિચાર કરે અને જો જરૂર હોય તો કેસમાં કમિશનર ખાનગી સુનાવણી પણ કરી શકે છે. કૉર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે બીએમસી અમિતાભ બચ્ચનના પક્ષ પર વિચાર કરવા માટે 3 અઠવાડિયા સુધી આ મામલે કોઈ એક્શન નહીં લઈ શકાય.

હકિકતે ગયા વર્ષે 22 મેના બીએમસીએ મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટરને નોટિસ જારી કરતા અમિતાભ બચ્ચનના પ્રતીક્ષા બંગલોની સામેવાળા રોડનો માપ કરવા અને નિશાન લગાડવાનો આદેશ આપ્યો હતો. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે જો આ રોડ પહોળું કરવામાં આવે છે તો આથી ટ્રાફિક જામ નહીં લાગે અને લોકોને રાહત મળશે. બીએમસી રસ્તાની સાઇડમાં બંગલાના કેટલાક ભાગ પર અધિગ્રહણ કરવા માગે છે.

અમિતાભ બચ્ચને હાઇકૉર્ટમાં આપેલી પોતાની અરજીમાં કહ્યું કે બીએમસીએ એપ્રિલ 2017માં તેમને 2 નોટિસ આપવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના બંગલાનો કેટલોક ભાગ રોડની લાઈનમાં આવે છે અને બીએમસી તે ભાગનું અધિગ્રહણ કરવા માગે છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બીએમસી બીજી તરફના ભાગ પર અધિગ્રહણ કરીને આરામની રસ્તો પહોળો કરી શકે છે. ત્યાર બાદ 4 વર્ષો સુધી આ મામલે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી તો બચ્ચને વિચાર્યું કે ઇશ્યૂ કરવામાં આવેલી નૉટિસ રદ કરી દેવામાં આવી છે.

Mumbai mumbai news brihanmumbai municipal corporation amitabh bachchan bollywood news bollywood bollywood gossips entertainment news