31 October, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ન્યુક્લિયર એનર્જી (અણુઊર્જા)નો અભ્યાસ હવે મુંબઈમાં પણ કરી શકાય એવી સ્કૂલ હૈદરાબાદ (સિંધ) નૅશનલ કૉલેજિયેટ (HSNC) યુનિવર્સિટી દ્વારા લૉન્ચ કરવામાં આવી છે. ગુરુવારે યુનિવર્સિટીના વરલી કૅમ્પસમાં યોજવામાં આવેલી ઇન્ડિયન ન્યુક્લિયર સોસાયટી કૉન્ફરન્સ દરમ્યાન યુનિવર્સિટીએ આ સ્કૂલને લૉન્ચ કરી હતી.
યુનિવર્સિટીનાં વાઇસ-ચાન્સેલર ડૉક્ટર હેમલતા બાગલાએ સ્કૂલ-લૉન્ચની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે ‘આ સ્કૂલની શરૂઆત તબક્કાવાર કરવામાં આવી છે. એમાં બૅચલર ઑફ સાયન્સ (BSc) અને માસ્ટર ઑફ સાયન્સ (MSc) પ્રોગ્રામનું શિક્ષણ અપાશે તથા ન્યુક્લિયર સેક્ટરના પ્રોફેશનલને ટ્રેઇનિંગ આપવામાં આવશે. આ માટે યુનિવર્સિટીએ ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર (BARC), ડિપાર્ટમેન્ટ ઑફ ઍટમિક એનર્જી, ઍટમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ સાથે મળીને કામ કરવામાં આવશે.’
કાર્યક્રમમાં હાજર ઍટમિક એનર્જી કમિશનના ભૂતપૂર્વ ચૅરપર્સન અનિલ કાકોડકરે જણાવ્યું હતું કે ‘૧૦૦ ગિગાવૉટ (GW) ન્યુક્લિયર એનર્જી પેદા કરવાનું લક્ષ્ય ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે અને એના માટે વધુ ન્યુક્લિયર એનર્જી મેળવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રિસર્ચ અને ક્ષમતા વધારવા માટે પણ અથાગ પ્રયત્નો કરવાની જરૂર છે.’