13 September, 2025 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ઠાકરે
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મૅચને લઈને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે- UBT)ના નેતા આદિત્ય ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘પાકિસ્તાને ભારતમાં સંખ્યાબંધ આતંકી હુમલા કર્યા છે એટલે ભારતના બ્રૉડકાસ્ટરોએ ભારત-પાકિસ્તાનની મૅચનો બૉયકૉટ કરવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ એનાં મૂલ્યો બદલ્યાં છે. શું લોહી અને ક્ર્કિેટ એકસાથે વહી શકે?’
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘બોર્ડ ઑૅફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દેશવિરોધી બની રહ્યું છે. શા માટે BCCI પાકિસ્તાન સાથે રમવા આટલું ઉત્સુક છે? પૈસાની લાલચ માટે, ટેલિવિઝનની આવક, ઍડ્વર્ટાઇઝમેન્ટની આવક માટે જ તો. જો પાકિસ્તાન એશિયા કપ ભારતમાં રમાયો હોવાથી એનો બૉયકૉટ કરી શકે તો BCCI કેમ ન કરી શકે? જો ખરેખર ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાં હોત તો આવું ન થવા દેત. હવે BJP એની આઇડિયોલૉજી ચેન્જ કરી રહી છે. લોહી અને પાણી સાથે ન વહી શકે તો કઈ રીતે લોહી અને ક્રિકેટ સાથે વહી શકે? કેમ કેન્દ્ર સરકાર આતંકવાદનું સમર્થન કરતા દેશ સાથે રમવા બાબતે કંઈ બોલતી નથી.’
BJPએ શું કહ્યું?
આ બાબતે એશિયન ક્રિકેટ કાઉન્સિલમાં BCCIને રીપ્રેઝન્ટ કરી રહેલા BJPના નેતા આશિષ શેલારે કહ્યું હતું કે ‘અમારું સ્ટૅન્ડ બહુ ક્લિયર છે કે ઇન્ડિયન ટીમ પાકિસ્તાન રમવા નહીં જાય અને પાકિસ્તાનની ટીમને અહીં રમવા નહીં બોલાવાય. જોકે અમે આપણી ટીમને ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં રમતી ન રોકી શકીએ. આજે જે લોકો આ બાબતનો વિરોધ કરે છે તેમણે યાદ રાખવું જોઈએ કે બાળાસાહેબ ઠાકરેએ પાકિસ્તાની ક્રિકેટર મિયાંદાદને ઘરે બોલાવ્યો હતો.’