14 May, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાની ગૅન્ગસ્ટર શહઝાદ ભટ્ટી.
મહારાષ્ટ્રની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) દ્વારા બુધવારે મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ૪૦ સ્થળે દરોડા પાડીને પાકિસ્તાનસ્થિત ગૅન્ગસ્ટર સાથે સંબંધ ધરાવતા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી હતી. ATSના આ ઑપરેશન દરમ્યાન ૪૦ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી એક અધિકારીએ આપી હતી. પાકિસ્તાનના ગૅન્ગસ્ટર શહઝાદ ભટ્ટી અને તેની
સિન્ડિકેટ સાથે આ શંકાસ્પદો સંપર્કમાં હોવાની બાતમી મળતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ATSના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘શહઝાદ ભટ્ટી વિદેશમાં રહીને પોતાની ગૅન્ગ ચલાવે છે અને ભારતના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ થવા માટે ઉશ્કેરતો હોવાની શંકા છે. વહેલી સવારે મુંબઈ, અકોલા, નાંદેડ, પુણે, મીરા રોડ, નાલાસોપારા, નાશિક, જળગાવ, નાગપુર ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.’