હવે ચલણી નોટો પર છત્રપતિ શિવાજીનો ફોટો લગાવવાની માંગ કરી આ નેતાએ

27 October, 2022 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપના એમએલએ નિતેશ રાણેએ ૨૦૦ રુપિયાની નોટની ફોટોશૉપ કરેલી તસવીર પણ શૅર કરી

ફાઇલ તસવીર

દિલ્હી (Delhi)ના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal)એ ભારતીય ચલણી નોટો પર માતા લક્ષ્મી (Goddess Lakshmi) ગણેશ (Lord Ganesha)ની તસવીર લગાવવાની માગણી કર્યા બાદ રાજકારણ ગરમાયું છે. ત્યારે દેશના જુદા જુદા ભાગોમાંથી વિવિધ માંગણીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નિતેશ રાણે (Nitesh Rane)એ છત્રપતિ શિવાજી મહારાજ (Chattrapati Shivaji Maharaj)ની તસવીર લગાવવાની માંગ કરી છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હિન્દુત્વનું કાર્ડ રમ્યું છે. તેમણે સૂચવ્યું છે કે, ભારતીય ચલણી નોટો પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીરો મુકવામાં આવે. તેમણે દલીલ કરી છે કે, અર્થતંત્રને મજબૂત કરવાનો આ એક માર્ગ હોઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આ પગલું ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને રોકવામાં પણ મદદ કરી શકે છે.

આ સૂચન પર ભાજપ નારાજ છે. ભાજપના એમએલએ નિતેશ રાણેએ ચલણી નોટો પર છત્રપતિ શિવાજી મહારાજની તસવીરની માંગણી કરી છે. આ સાથે તેમણે ૨૦૦ રૂપિયાની ફોટોશૉપ કરેલી તસવીર પણ પોસ્ટ કરી છે.

પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આપના નેતા પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપે કહ્યું કે, કેજરીવાલ પોતાની સરકારની ખામીઓ અને આમ આદમી પાર્ટીની હિંદુ વિરોધી માનસિકતાથી લોકોનું ધ્યાન હટાવવા માટે રાજકીય નાટક કરી રહ્યા છે.

mumbai mumbai news maharashtra aam aadmi party bharatiya janata party arvind kejriwal nitesh rane