કાસ્ટ-સર્ટિફિકેટ ગેરલાયક ઠર્યું, BMCની બે મહિલા કૉર્પોરેટરો ગેરમાન્ય

11 July, 2026 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને OBC (મહિલા) કૅટેગરી માટે અનામત બેઠકો પરથી હતાં

ફાઇલ તસવીર

બે મહિલા કૉર્પોરેટરોનાં કાસ્ટ-સર્ટિફિકેટ અમાન્ય જાહેર થતાં BMCએ તેમને ગેરલાયક ઠેરવ્યાં હતાં. ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)નાં એક-એક મહિલા સભ્યને ગેરલાયક ગણવાની જાહેરાત મેયર રિતુ તાવડેએ કરી હતી. એક મહિનાના સમયગાળામાં આ જ કારણસર કુલ ૪ કૉર્પોરેટરોને BMC દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.AIMIMનાં રોશન શેખ વૉર્ડ-નંબર ૧૩૮માંથી ચૂંટાયાં હતાં, જ્યારે બુશરા મલિક કુર્લા-ઈસ્ટમાં વૉર્ડ-નંબર ૧૭૦થી ચૂંટાયાં હતાં. બન્ને OBC (મહિલા) કૅટેગરી માટે અનામત બેઠકો પરથી હતાં. આ સભ્યો ગેરલાયક ઠરતાં ૨૨૭ સભ્યોના ગૃહમાં AIMIMની સંખ્યા ઘટીને પાંચ થઈ ગઈ છે, જ્યારે NCPની સંખ્યા બે થઈ ગઈ છે.

brihanmumbai electricity supply and transport aimim nationalist congress party political news indian politics maharashtra mumbai mumbai news