25 December, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યની કુલ ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણી ૧૫ જાન્યુઆરીએ યોજાવાની છે. એ માટેના અરજીપત્રકની ૨૩ ડિસેમ્બરીથી વહેંચણી પણ ચાલુ થઈ ગઈ છે. એ અરજી સાથે ઉમેદવારોએ ‘હું શૌચાલયનો ઉપયોગ કરું છું’ એ માટેનું ઍફિડેવિટ પણ આપવું પડશે.
૨૦૧૭ની ચૂંટણી પહેલાં ઉમેદવારી નોંધાવનાર વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરતી હોવી જોઈએ એવી શરત મૂકવાનો નિર્ણય લેવાયો હતો. ખુલ્લામાં શૌચ પર જવા પર પ્રતિબંધ મુકાય એ માટે એ શરત મૂકવામાં આવી હતી. મુંબઈ જાહેર શૌચથી મુક્ત છે એમ છતાં ઉમદેવારે એ માટેનું ઍફિડેવિટ આપવું પડશે, એનું પ્રમાણપત્ર આપવું પડશે.
ઍફિડેવિટમાં હું મારા પોતાની માલિકીના ઘરમાં રહું છું અને એમાં શૌચાલય છે, હું એનો નિયમિત ઉપયોગ કરું છું અથવા હું મારા પોતાના માલિકીના ઘરમાં નથી રહેતો અને એમાં શૌચાલયની સુવિધા નથી પણ હું સાર્વજનિક શૌચાલયનો નિયમિત ઉપયોગ કરું છું એની જાણ કરવી પડશે.