સમાધાન થાય એમ ન હોય તો પરસ્પર સમજૂતીથી છૂટાછેડા લેવાય તો બન્ને પક્ષે હેરાનગતિ ટાળી શકાય છે

15 July, 2025 10:57 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

મામૂલી વાતોને લીધે છૂટાછેડા લેવાતા હોવાથી હિન્દુઓની પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કરીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું...

બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર

લગ્નજીવનમાં જો વિવાદ થતો હોય અને મનમેળ શક્ય ન હોય તો આવા સંબંધો પરસ્પર સમજૂતીથી આગળ વધારવા ન જોઈએ જેથી બન્ને પક્ષે જોડાયેલા લોકોનું જીવન બરબાદ ન થાય, એમ જસ્ટિસ નીતિન સાંબ્રે અને એમ. એમ. નેર્લીકરની બેન્ચે ૮ જુલાઈએ આપેલા આદેશમાં નોંધ્યું હતું. હિન્દુ ધર્મમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે, પરંતુ દંપતી સાવ મામૂલી વાતોને મોટું રૂપ આપીને છૂટાછેડાની પ્રક્રિયામાં તેમનું આખું જીવન બરબાદ કરી દે છે જેને કારણે પવિત્ર ગણાતી આ વ્યવસ્થાનું ભવિષ્ય જોખમમાં લાગી રહ્યું છે એવી ચિંતા પણ બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે દહેજના એક કેસની અરજી રદ કરતાં વ્યક્ત કરી હતી.

૨૦૨૩ના ડિસેમ્બરમાં એક મહિલાએ તેના પતિ અને સાસરિયાં સામે દહેજ માટે હેરાન કરતાં હોવાની ફરિયાદ કરી હતી એના અનુસંધાનમાં પતિ અને તેના પરિવારજનોએ આ કેસ પાછો ખેંચવાની અરજી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. દંપતીએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ પરસ્પર સમજૂતીથી છૂટાછેડા લેવા માટે રાજી થયાં છે. મહિલાએ જણાવ્યું હતું કે તેને જીવનમાં આગળ વધવું છે એથી દહેજવિરોધી કેસ રદ થાય એમાં તેને કોઈ વાંધો નથી.

અદાલતે અરજી રદ કરતાં જણાવ્યું હતું કે ‘દંપતી વચ્ચે થતા ક્ષુલ્લક ઝઘડાને લીધે તેમનું લગ્નજીવન બરબાદ થઈ જાય છે. લગ્નજીવનને બચાવવાના ઉદ્દેશથી અનેક કાયદા ઘડવામાં આવ્યા છે પરંતુ લોકો એનો ખોટી રીતે ઉપયોગ કરે છે જેને કારણે માનસિક અને શારીરિક હેરાનગતિ, ઝઘડા, આર્થિક નુકસાન અને પરિવારજનો તથા બાળકોને પીડા ભોગવવી પડે છે. જો બન્ને પક્ષો સમજૂતીથી છૂટા પડીને શાંતિથી રહેવા માગતા હોય તો કોર્ટની ફરજ છે કે તેમના નિર્ણયને પ્રોત્સાહન આપે.’

બબ્બે બાંદરા સ્ટેશન ઝગમગ થાય

ચમકતા બાંદરા સ્ટેશનનું વરસાદી રાતે જુઓ કેવું અદ્ભુત પ્રતિબિંબ પડે છે ભીની ધરા પર. તસવીર : ડેનિયલ પિન્ટો.

bombay high court news mumbai mumbai news nagpur relationships hinduism