ત્રણ મહિલાઓ પર હુમલો કરીને મારી નાખનારી વાઘણ પકડાઈ

13 May, 2025 08:26 AM IST  |  Chandrapur | Gujarati Mid-day Correspondent

હવે વન વિભાગના કર્મચારીઓએ તેનાં બચ્ચાંઓને શોધવાનું અભિયાન હાથ ધર્યું છે.

વાઘણ પકડાઈ ગઈ

ચંદ્રપુર જિલ્લાના શિંદેવાડી જંગલ વિસ્તારમાં શનિવારે મેંધા માલ ગામની ત્રણ મહિલાઓ જેમાં બે સાસુ-વહુ હતી તેઓ બીડી બનાવવામાં વપરાતાં તેંદુપત્તાં વીણવા ગઈ હતી. ત્યારે સવારના ૧૧.૩૦ વાગ્યાની આસપાસ એક વાઘણે તેમના પર હુમલો કર્યો હતો અને મહિલાઓને મારી નાખી હતી.

એક જ સમયે એક જ જગ્યાએ એક કરતાં વધુ લોકો પર વાઘ હુમલો કરે એ અસામાન્ય હોવાનું ફૉરેસ્ટ ઑફિસરે જણાવ્યું હતું. એ પછી વાઘણે પાંચ કિલોમીટર દૂર એક બીજી મહિલા પર પણ હુમલો કર્યો હતો. 

વાઘણના આ હુમલા બાદ તેને પકડવા વન વિભાગના કર્મચારીઓએ છટકું ગોઠવ્યું હતું અને એના પગેરાના આધારે એની શોધ પણ ચલાવી હતી. ગઈ કાલે હુમલો કરનાર વાઘણ નજરે ચડતાં તેને બેશુદ્ધીનું ઇન્જેક્શન મારીને પકડી લેવામાં આવી હતી. હવે વન વિભાગના કર્મચારીઓએ તેનાં બચ્ચાંઓને શોધવાનું અભિયાન હાથ ધર્યું છે.

mumbai news mumbai chandrapur maharashtra news maharashtra wildlife