✕

તાતા કૅપિટલની CSR પહેલથી મહારાષ્ટ્રમાં પાંચ વર્ષમાં ૫.૫ લાખ લોકોને લાભ થયો છે : દેવેન્દ્ર ફડણવીસ

31 October, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંપનીના કાર્યક્રમોએ આર્થિક રીતે નબળા વર્ગો, વંચિત સમુદાયો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાનોના જીવનને બહેતર બનાવવામાં મદદ કરી છે.’

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સામાજિક અને લોકહિતનાં કાર્યોમાં કૉર્પોરેટ કંપનીઓ પણ એમનો ફાળો આપતી હોય છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે જણાવ્યું હતું કે તાતા કૅપિટલની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR)ની પહેલ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં મહારાષ્ટ્રના ૫.૫ લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે. આ પહેલ શિક્ષણ, આરોગ્ય-સંભાળ, સ્કિલ-ડેવલપમેન્ટ, જળ-સંરક્ષણ, રિન્યુએબલ એનર્જી અને પર્યાવરણ સંરક્ષણનાં ક્ષેત્રોમાં યોગદાન આપે છે. દેશભરમાં કંપનીના કુલ CSR ખર્ચનો લગભગ ૩૦ ટકા ખર્ચ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ‘કંપનીની વિવિધ પહેલ દેશભરમાં ૩૭ લાખથી વધુ લોકો સુધી પહોંચી છે. રાજ્યના સર્વસમાવેશી અને ટકાઉ વિકાસ માટે સરકારની સાથે ઉદ્યોગજગતની સક્રિય ભાગીદારી મહત્ત્વપૂર્ણ છે. કંપનીના કાર્યક્રમોએ આર્થિક રીતે નબળા વર્ગો, વંચિત સમુદાયો, આદિવાસીઓ, મહિલાઓ અને યુવાનોના જીવનને બહેતર બનાવવામાં મદદ કરી છે.’

tata group maharashtra government maharashtra news maharashtra mumbai news mumbai