13 September, 2025 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે
BMCની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શિવસેના (એકનાથ શિંદે) અને શિવસેના (UBT) બન્નેના કાર્યકરો આક્રમક થઈ રહ્યા છે. પ્રભાદેવી સર્કલ સુશોભીકરણ હેઠળ પ્રભાદેવી સર્કલ ડેવલપ કરવા બન્ને પક્ષને વર્ક ઑર્ડર મળ્યો હતો એથી બન્ને પક્ષના કાર્યકરો પહોંચી ગયા હતા. એ પછી તેમની વચ્ચે જોરદાર તણખા ઝર્યા હતા અને જોરદાર બોલાચાલી થઈ હતી. એ પછી વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. જોકે એ પછી કેટલાક કાર્યકરોએ તેમને વાર્યા હતા. ત્યાર બાદ દાદર પોલીસ-સ્ટેશનમાં બન્ને પક્ષે સામસામે નૉન કૉગ્નિઝેબલ (NC) નોંધાવી હતી. હવે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે એના પર લોકોની નજર છે.