20 February, 2025 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવનેરી કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો.
શિવનેરી કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હોવાથી ગઈ કાલે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર રાજ્યના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન આશિષ શેલાર સાથે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે બાળ શિવરાયાનું પારણું ઝુલાવ્યું હતું. પુણેના જુન્નરમાં શિવનેરી કિલ્લો છે.
બાંદરા-વરલી સી-લિન્કે પણ ઊજવી શિવજયંતી
શિવજયંતી નિમિત્તે ગઈ કાલે બાંદરા-વરલી સી-લિન્ક પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા લાઇટિંગ દ્વારા બનાવવામાં આવી હતી. એની સાથે લાઇટિંગથી શિવજયંતીચ્યા હાર્દિક શુભેચ્છા, જય શિવરાયા પણ લખવામાં આવ્યું હતું.