માર્વે બસ-સ્ટેશન પર ઊભેલી બસ ગૅસ લીક થતાં સળગી ઊઠી

17 May, 2025 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ની એ મિડ સાઇઝ બસમાંથી ગૅસ લીક થવાના કારણે આગ લાગી હોવાનું BESTના પ્રવક્તાએ જણાવ્યું હતું

માર્વે બસ-સ્ટેશન પર ઊભેલી બસ ગૅસ લીક થતાં સળગી ઊઠી

મલાડ-વેસ્ટના માર્વે બસ-સ્ટેશન પર ગઈ કાલે સવારે આઠ વાગ્યે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની પાર્ક કરાયેલી બસ સળગી ઊઠી હતી. કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ની એ મિડ સાઇઝ બસમાંથી ગૅસ લીક થવાના કારણે આગ લાગી હોવાનું BESTના પ્રવક્તાએ જણાવ્યું હતું. એ બસમાં કોઈ પૅસેન્જર્સ નહોતા અને આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત પણ થયું નહોતું.

malad marvel mumbai transport mumbai travel travel news travel fire incident news brihanmumbai electricity supply and transport mumbai mumbai news