થાણેમાં બેફામ ડમ્પરે ટૂ-વ્હીલર પર જતા પોલીસનો જીવ લીધો

14 July, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણે પોલીસના મુખ્યાલયમાં ફરજ બજાવતા સુરેશ ભાલેરાવ ગઈ કાલે બપોરે તેમની ડ્યુટી માટે માજીવાડા જઈ રહ્યા હતા એ સમયે કૅડબરી જંક્શન નજીક અકસ્માત થયો હતો.

કૉન્સ્ટેબલ સુરેશ ભાલેરાવની બાઇકને પાછળથી ટક્કર મારનાર ડમ્પર (ઉપર) અને તેની બાઇક.

થાણેમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) પર ગઈ કાલે એક ઝડપી ડમ્પરે ટૂ-વ્હીલર પર જતા ૩૮ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલ સુરેશ ભાલેરાવને પાછળથી ટક્કર મારતાં સર્જાયેલા અક્સ્માતમાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે રાબોડી પોલીસે ઘટનાની ફરિયાદ નોંધી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા ડમ્પરચાલક રાજકુમાર ચૌધરીની પછીથી ધરપકડ કરી હતી. થાણે પોલીસના મુખ્યાલયમાં ફરજ બજાવતા સુરેશ ભાલેરાવ ગઈ કાલે બપોરે તેમની ડ્યુટી માટે માજીવાડા જઈ રહ્યા હતા એ સમયે કૅડબરી જંક્શન નજીક અકસ્માત થયો હતો.

થાણેમાં સ્ટ્રીટલાઇટના થાંભલાએ આપ્યો ૮ વર્ષના છોકરાને વીજળીનો આંચકો

થાણેના કલવાના પારસિકનગરમાં શુક્રવારે રાતે સ્ટ્રીટલાઇટના એક થાંભલાને અડતાં જ ૮ વર્ષના છોકરાને વીજળીનો આંચકો લાગ્યો હતો અને તે પટકાયો હતો. ઘટનાની જાણ થતાં જ ટૉરેન્ટ પાવર કંપની, થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટના ઑફિસરો અને ફાયર-બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને એ સ્ટ્રીટલાઇટની ઇલેક્ટ્રિક સપ્લાય કાપી નાખી હતી. છોકરાને વીજળીનો આંચકો લાગવાથી તેના જમણા પગમાં ઈજા થઈ હતી. તેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.

thane thane crime road accident eastern express highway news mumbai police mumbai news mumbai