17 April, 2026 08:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
BMCએ ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહીના ભાગરૂપે મુંબઈમાં લોકોની અવરજવર સૌથી વધુ થતી હોય એવાં ૨૦ સ્થળો ઓળખી કાઢ્યાં છે. આ સ્થળોએ લાઇસન્સ ધરાવતા ફેરિયાઓએ ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ દ્વારા આઇડેન્ટિટી રજૂ કરવાની રહેશે.
BMCના ડેટા મુજબ કુલ લાઇસન્સપ્રાપ્ત ફેરિયાઓ ૧૨,૫૬૭ છે. યાદીમાં આવતાં ૨૦ સ્થળોએ BMC અને મુંબઈ પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવશે. સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી એમ બે શિફ્ટમાં કામ થશે.
એપ્રિલના અંત સુધીમાં લાઇસન્સ ધરાવતા બધા ફેરિયાઓને QR કોડ મળશે. મેયર રિતુ તાવડેએ કહ્યું હતું કે ‘શહેરમાં હૉકર્સ અને નૉન-હૉકર્સ ઝોન બનાવવામાં આવશે અને એ માટે સાઇનબોર્ડ લગાવવામાં આવશે. લાઇસન્સપ્રાપ્ત ફેરિયાઓ માટે ચોક્કસ સ્થળો ઓળખવામાં આવશે.’
લાઇસન્સ ધરાવતા ફેરિયાઓ
શહેર ૩૬૩૩
વેસ્ટર્ન સબર્બ્સ ૬૧૩૨
ઈસ્ટર્ન સબર્બ્સ ૨૮૦૨
ઓળખાયેલા હૉટસ્પૉટ
CSMTથી કોર્ટ
ચર્ચગેટ, બૉમ્બે હાઈ કોર્ટ
CSMT સબવે
દાદર સ્ટેશન (ઈસ્ટ-વેસ્ટ)
બાંદરા સ્ટેશન (ઈસ્ટ-વેસ્ટ)
લિન્કિંગ રોડ, બાંદરા
અંધેરી સ્ટેશન (ઈસ્ટ-વેસ્ટ)
મલાડ સ્ટેશન (વેસ્ટ)
એસ. વી. રોડ
ભરૂચા રોડ
મુલુંડ ચેકનાકા
થાણે રોડ
ખાર સ્ટેશન
તિલકનગર સ્ટેશન (ઈસ્ટ-વેસ્ટ)
ચેમ્બુર સ્ટેશન
LBS રોડ