CBIના અધિકારી છે એવું કોઈ કહે તો ચેતજો! મુંબઈની મહિલાએ ગુમાવ્યા ૨૫ કરોડ રુપિયા

26 April, 2024 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Cyber Crime: પોલીસ અને સીબીઆઈ ઓફિસર હોવાનો ઢોંગ કરીને સાયબર ગઢિયાંએ MNCની નિવૃત્ત ડાયરેક્ટર મહિલા સાતે ૨૫ કરોડ રુપિયાની છેતરપિંડી કરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (Mumbai) માં સાયબર ક્રાઈમ (Cyber Crime) નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા સાથે ૨૫ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું છે. મહિલાએ ગોલ્ડ લોન લીધી અને તેના તમામ શેર વેચીને પૈસા સાયબર ગુનેગારોને ટ્રાન્સફર કર્યા. ૨૫ કરોડ ગુમાવ્યા બાદ તેને સમજાયું કે, તેની સાથે છેતરપિંડી થઈ છે.

કોર્પોરેટ ફર્મની ભૂતપૂર્વ ડિરેક્ટર મહિલા ૨૫ કરોડ રુપિયાના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા હતા. મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસ (Mumbai Cyber Crime Police) આ ઓનલાઈન ફ્રોડ કેસની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસ (Mumbai Police) એ કહ્યું કે, ૩૧ બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ છેતરપિંડી છ ફેબ્રુઆરીથી ત્રણ એપ્રિલની વચ્ચે થઈ હતી.

ફરિયાદી, પશ્ચિમી ઉપનગરોની એક વરિષ્ઠ નાગરિકે જણાવ્યું હતું કે વોટ્સએપ (WhatsApp) કોલર્સે તેમને કહ્યું હતું કે, તેમના ફોન નંબર અને આધાર કાર્ડ મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલા હોવાનું જણાયું હતું. `પોલીસ ઓફિસરે` કૉલ `CBI ઓફિસર`ને ટ્રાન્સફર કર્યો, જેમણે પોતાનો પરિચય સ્પેશિયલ ઓફિસર રાજેશ મિશ્રા તરીકે આપ્યો. તેણે મહિલા કહ્યું કે જે પોલીસ કર્મચારીએ તેની સાથે પહેલા વાત કરી હતી તે પ્રદીપ સાવંત, INS સાયબર હતો. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, મિશ્રાએ તેમના વોટ્સએપ નંબર પર પોતાનું અને સાવંતનું આઈડી મોકલ્યું હતું.

પીડિત મહિલાએ જણાવ્યું કે, રાજેશ મિશ્રા નામના વ્યક્તિએ તેને કહ્યું કે તેનું બેન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડ ચીનમાં વેચવામાં આવ્યું છે અને ૬.૮ કરોડ રૂપિયાનું મની લોન્ડ્રિંગ કરવામાં આવ્યું છે. જ્યારે મહિલા કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો, ત્યારે મિશ્રાએ તેણીને કહ્યું કે તે વરિષ્ઠ નાગરિક હોવાથી, તે મહિલાને પોલીસ સ્ટેશન બોલાવશે નહીં.

ફોન કરનારે મહિલાને એમ પણ કહ્યું હતું કે, `મને લાગે છે કે તમે નિર્દોષ છો અને તેથી હું તમને મદદ કરીશ.` તેણે મહિલાને કહ્યું કે તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તે આ મામલે તપાસ કરી રહ્યો છે. તેણે તેને ઓળખ માટે કેટલાક આરોપીના ફોટોગ્રાફ મોકલ્યા. મહિલાએ કહ્યું કે તે તેમાંથી કોઈને જાણતી નથી. મિશ્રાએ પીડિય મહિલાને આ બાબતે કોઈની સાથે ચર્ચા ન કરવાની સૂચના આપી અને કહ્યું કે તે તેની પરવાનગી વિના મહારાષ્ટ્રની બહાર જઈ શકે નહીં.

ત્યારબાદ મિશ્રાએ મહિલાને વોટ્સએપ પર એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેને એક ગુપ્ત બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું હતું. મહિલાને કૉલરે એમ પણ કહ્યું હતું કે જો તે પૈસા મોકલવામાં નિષ્ફળ જશે તો તેણે એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે અને ત્રણ વર્ષની જેલ ભોગવવી પડશે. એટલે મહિલાએ ગભરાઈને ૧૫.૯ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

૯ ફેબ્રુઆરીના રોજ રાજેશ મિશ્રાએ મહિલાને ફરીથી ફોન કર્યો અને દાવો કર્યો કે આરબીઆઈએ તેનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવાની સૂચનાઓ જારી કરી છે. તેણે મહિલાને તેના મ્યુચ્યુઅલ ફંડને રોકડ કરવા અને પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવા કહ્યું. ત્યાર બાદ તેને ચાલુ ખાતું ખોલાવવાની સૂચના આપી હતી. જ્યારે મહિલાએ ના પાડી, ત્યારે તેણે ચાલુ ખાતું ખોલ્યું અને તેને આરબીઆઈને મોકલવામાં આવશે એવો દાવો કરીને તેમાં નાણાં ટ્રાન્સફર કરવા કહ્યું.

આ પછી મિશ્રાએ મહિલાને `વૉઇટ ફંડ` બનાવવા માટે ૫.૭ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહ્યું. જેથી મહિલાએ તેના શેર વેચીને પૈસા મોકલ્યા. બાદમાં તેની સૂચના પર મહિલાએ ગોલ્ડ લોન લઈને ૧૧.૫ લાખ રૂપિયા મોકલ્યા હતા. તેણે મહિલાને `વૉઇટ ફંડ` તરીકે ૭૦ લાખ રૂપિયા બનાવવા અને ટ્રાન્સફર કરવા પણ કહ્યું. આ માટે મહિલાએ તેની માતાના શેર વેચી દીધા.

૩ એપ્રિલે મિશ્રાએ મહિલાને કહ્યું કે, કેસ બંધ થઇ ગયો છે અને તે અંધેરી પોલીસ સ્ટેશનમાંથી આરબીઆઈની રસીદ લઈ શકે છે. જ્યારે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. સાયબર ક્રાઈમ પોલીસે, આ મામલે ૧૦ એપ્રિલે FIR નોંધી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) લક્ષમી ગૌતમ અને ડીસીપી દત્તા નલાવડેની દેખરેખ હેઠળ અને વરિષ્ઠ ઈન્સ્પેક્ટર દત્તા ચવ્હાણના નેતૃત્વ હેઠળની એક ટીમ આ કેસની તપાસ કરી રહી છે.

cyber crime Crime News mumbai crime news mumbai crime branch crime branch mumbai police andheri mumbai mumbai news central bureau of investigation reserve bank of india