30 July, 2026 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે
આગામી દહીહંડી ઉત્સવને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યના અંદાજે બે લાખ ગોવિંદાઓને ઇન્શ્યૉરન્સ કવર પૂરું પાડવાના પ્રસ્તાવ પર તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
યુવા સેનાના કાર્યકારી અધ્યક્ષ પૂર્વેશ પ્રતાપ સરનાઈકે નાયબ મુખ્ય પ્રધાનને પત્ર લખીને આ વર્ષના ઉત્સવ દરમ્યાન વધુમાં વધુ ગોવિંદાઓને આવરી લેવા માટે વીમાયોજનાનો વ્યાપ વધારવાની રજૂઆત કરી હતી, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોવિંદાઓની સુરક્ષા અને માનવ- પિરામિડ દરમ્યાન થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને આ વીમાપ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે એકનાથ શિંદે દ્વારા નિર્દેશ આપવામાં આવ્યા છે.