✕

દેવોની દિવાળીએ બાણગંગામાં દીપોનો મહાસાગર

25 November, 2026 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોખંડ, ચાંદી અને સોનાનાં ત્રણેય નગરોનો નાશ કર્યો અને આ ત્રિપારાસુરના ત્રાસથી સંસારને મુક્ત કરી ત્રિપુરારી કહેવાયા અને દેવતાઓએ ઉજવણી કરી એ દિવસને દેવદિવાળી તરીકે, ત્રિપુરારી પૂર્ણિમા તરીકે ઊજવાય છે.

તસવીરો: આશિષ રાજે

દેવાધિદેવ મહાદેવે તારકાક્ષ, વિદ્યુનમાલી અને કમલાક્ષ દ્વારા બનાવવામાં આવેલાં લોખંડ, ચાંદી અને સોનાનાં ત્રણેય નગરોનો નાશ કર્યો અને આ ત્રિપારાસુરના ત્રાસથી સંસારને મુક્ત કરી ત્રિપુરારી કહેવાયા અને દેવતાઓએ ઉજવણી કરી એ દિવસને દેવદિવાળી તરીકે, ત્રિપુરારી પૂર્ણિમા તરીકે ઊજવાય છે. આ નિમિતે મુંબઈના ઐતિહાસિક બાણગંગા તળાવમાં પણ ગૌડ સારસ્વત બ્રાહ્મણ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દેવ દીપાવલીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જે દરમ્યાન હજારો દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. બાણગંગાના તળાવ પાસે ઝગમગતા દીવડાઓનો મહાસાગર ઊમટ્યો હોય એવો આ નજારો હતો. આ ઉપરાંત પારંપારિક ગંગાઆરતી પણ અહીં કરવામાં આવી હતી.

mumbai diwali festivals religious places religion shiva temple tripura culture news news mumbai news hinduism south mumbai