અજિત પવાર પ્લેન-ક્રૅશ કેસમાં તપાસ બાદ પહેલો રિપોર્ટ બહાર આવ્યો

25 February, 2026 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેઇન્ટેનન્સનાં ધોરણો ન જળવાતાં હોવાથી VSRનાં ચાર વિમાનોને ઉડાડવાની મનાઈ

VSRના વિમાનની ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પ્લેન-ક્રૅશમાં થયેલા મૃત્યુની તપાસ ચાલી રહી છે, જેમાં સૌથી મોટી જવાબદારી અજિત પવાર જે પ્લેનમાં હતા એ કંપની VSR વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડની ગણવામાં આવી રહી છે. ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ આ કેસમાં ઑડિટ બાદ પહેલો રિપોર્ટ બહાર પાડ્યો છે જેના આધારે મેઇન્ટેનન્સ જળવાયું ન હોય એવાં VSRનાં ચાર પ્લેનને ગ્રાઉન્ડ કરવાનો આદેશ આપ્યો છે. DGCAએ ઑપરેટરને ડેફિશિયન્સી રિપોર્ટિંગ ફૉર્મ પણ આપ્યાં છે, જેમાં ઑડિટ દરમ્યાન જણાયેલી ખામીઓનું મૂળ કારણ વિશ્લેષણ સાથે સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે.

ajit pawar plane crash baramati directorate general of civil aviation dgca maharashtra news maharashtra mumbai mumbai news