03 October, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના જાયન્ટ આર્કિટેક્ચરલ મૉડલ સાથે તથા ધારાવી વિશેના ભીંતચિત્ર સાથે દેવેન્દ્ર ફડણવીસ.
મહાત્મા ગાંધીની ૧૫૭મી જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ધારાવી એક્સ્પીરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું; જ્યાં રહેવાસીઓ નમૂનાનાં ઘરોમાં પ્રવેશ કરી શકે છે, પ્રસ્તાવિત ટાઉનશિપનો 3D વૉકથ્રૂ કરી શકે છે અને જોઈ શકે છે કે કેવી રીતે રહેઠાણ, આજીવિકા, જાહેર સુવિધાઓ અને ખુલ્લી જગ્યાઓ એકસાથે આવવાની યોજના છે. તેમણે ધારાવીની એક ઍન્થમનું પણ અનાવરણ કર્યું અને ધારાવીના ૧૦ લાખથી વધુ રહેવાસીઓનુંં સન્માન કરતી કૉફી-ટેબલ બુકનું વિમોચન કર્યું.
૨૨,૫૦૦ ચોરસફુટમાં ફેલાયેલું ધારાવી એક્સ્પીરિયન્સ સેન્ટર રહેવાસીઓને લાઇફ-સાઇઝ હોમ-મૉડલ્સ, ડિજિટલ ડિસ્પ્લે અને ઇન્ટરૅક્ટિવ પ્રદર્શનો દ્વારા પુનર્વિકાસનો પ્રત્યક્ષ દેખાવ આપે છે.
કેન્દ્રના હૃદયમાં લાઇફ-સાઇઝ નમૂનાનાં ઘરો છે. મુલાકાતીઓ ૩૫૦ ચોરસફુટ અને ૫૦૦ ચોરસફુટના અનફર્નિશ્ડ અને સંપૂર્ણ રીતે સજ્જ અપાર્ટમેન્ટમાંથી ચાલી શકે છે, પ્રસ્તાવિત લેઆઉટનો અનુભવ કરી શકે છે અને જગ્યાઓનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ સમજી શકે છે.