પુણેમાં બનેલા ડબલ-ડેકર બ્રિજનું મુખ્ય પ્રધાને મુંબઈથી ઉદ્ઘાટન કર્યું

09 March, 2026 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડબલ-ડેકર બ્રિજના પહેલા લેવલ પર ફ્લાયઓવર છે અને બીજા લેવલ પર મેટ્રો દોડે છે.

ડબલ-ડેકર બ્રિજ

પુણે મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીએ બનાવેલા ડબલ-ડેકર બ્રિજનું ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈથી વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું હતું. ડબલ-ડેકર બ્રિજના પહેલા લેવલ પર ફ્લાયઓવર છે અને બીજા લેવલ પર મેટ્રો દોડે છે. આ ડબલ-ડેકર બ્રિજને કારણે બાણેર, પાષાણ, શિવાજીનગર અને ઔંધ વિસ્તારના ટ્રાફિકની ગીચતા ઘટશે અને મોટરિસ્ટો સરળતાથી અવરજવર કરી શકશે એવી આશા મુખ્ય પ્રધાને વ્યક્ત કરી હતી. આ પ્રસંગે હાજર રહેલાં રાજ્યનાં નાયબ ચીફ મિનિસ્ટર સુનેત્રા પવારે અજિતદાદાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે અજિતદાદાએ જોયેલાં સપનાં અમે પૂરાં કરીશું. આ પ્રસંગે કેન્દ્રના રાજ્યપ્રધાન મુરલીધર મોહોળ પણ હાજર રહ્યા હતા. તેમણે દેવેન્દ્ર ફડણવીસને આ ડબલ-ડેકર બ્રિજને અજિતદાદાનું નામ આપવા વિનંતી કરી હતી. એના પર સકારાત્મકતા દર્શાવતાં દેવેન્દ્ર ફડણવીસે એ માટે  સંમતિ આપી છે. 

mumbai news mumbai pune pune news mumbai pune expressway devendra fadnavis maharashtra government maharashtra news maharashtra