એકનાથ શિંદેએ કરી થાણેમાં ફટકાબાજી

06 January, 2025 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવસેના દ્વારા થાણેમાં ધર્મવીર આનંદ દીઘે ટ્રોફી-૨૦૨૫ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ટુર્નામેન્ટમાં ગઈ કાલે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ હાજરી આપી હતી

એકનાથ શિંદે

શિવસેના દ્વારા થાણેમાં ધર્મવીર આનંદ દીઘે ટ્રોફી-૨૦૨૫ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ટુર્નામેન્ટમાં ગઈ કાલે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ હાજરી આપી હતી. તેમણે પણ બૅટ પર હાથ અજમાવ્યો હતો અને ફટકાબાજી કરી હતી. એકનાથ શિંદેએ લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘વંદનીય ગુરુવર્ય ધર્મવીર આનંદ દીઘેસાહેબના નામે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ નિ​મિત્તે અનેક યુવાનોને પોતાની ગેમ દેખાડવાની તક મળે છે. દીઘેસાહેબ જાતે દર વર્ષે ક્રિકેટ-કિટનું વિતરણ કરતા હતા. આજે તેમની યાદમાં આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે એ અભિમાન અને સમાધાનની વાત છે.’ 

eknath shinde shiv sena thane cricket news news mumbai mumbai news