રાજ્યની ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયતસમિતિઓની ચૂંટણી પાંચમી ફેબ્રુઆરીએ યોજાશે

14 January, 2026 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇલેક્શન કમિશનરે કરી જાહેરાત, ૭ ફેબ્રુઆરીએ પરિણામો જાહેર કરવામાં આવશે, ૧૬ જાન્યુઆરીથી નૉમિનેશનની પ્રક્રિયા શરૂ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન્સની ચૂંટણીઓને બે જ દિવસ બાકી છે ત્યારે ગઈ કાલે જિલ્લાપરિષદો અને પંચાયતસમિતિઓના ઇલેક્શનની પણ જાહેરાત થઈ ગઈ હતી. રાજ્યની ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયતસમિતિઓ માટેનું ઇલેક્શન પાંચમી ફેબ્રુઆરીએ યોજાશે. એક દિવસ પછી એટલે કે ૭ ફેબ્રુઆરીએ વોટ-કાઉન્ટિંગ થશે.

સ્ટેટ ઇલેક્શન કમિશન (SEC)ના કમિશનર દિનેશ વાઘમારે દ્વારા ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં આ ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ ઇલેક્શન્સ માટે રાજ્યભરમાં ૨૫,૪૮૨ વોટિંગ-બૂથની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બાવીસમી જાન્યુઆરીએ ઉમેદવારોને સિમ્બૉલ ફાળવવામાં આવશે અને એ જ દિવસે ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે.

નૉમિનેશન ભરવાનો સમય : ૧૬થી ૧૮ જાન્યુઆરી
ફૉર્મનું ચેકિંગ : ૧૯ જાન્યુઆરી 
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ : ૨૧ જાન્યુઆરી
વોટિંગ : ૫ ફેબ્રુઆરી
રિઝલ્ટ : ૭ ફેબ્રુઆરી

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra municipal elections