12 September, 2026 10:53 AM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent
માધુરી હાથણી
આર્થ્રાઇટિસ તથા પગના ક્રોનિક ચેપની ટ્રીટમેન્ટ લઈને એક વર્ષ બાદ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલા નાંદણી મઠમાં હાથણી માધુરી ગઈ કાલે પાછી ફરી હતી. મઠમાં એના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. અનાનસ અને પપૈયાં જેવાં એને ભાવતાં ફળો સાથે અને ફૂલોનો વરસાદ કરીને એનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મઠના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે કોલ્હાપુર અને ઉત્તર કર્ણાટકના સ્થાનિક લોકો દ્વારા માધુરીને લગભગ દૈવી દરજ્જો આપવામાં આવે છે. માધુરી જામનગરના વનતારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ઍન્ડ રીહૅબિલિટેશન સેન્ટરમાંથી એક વર્ષની ટ્રીટમેન્ટ પૂરી કરીને મઠ પાછી ફરતાં અહીંના લોકો ખૂબ ખુશ છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી હાઈ પાવર્ડ કમિટી (HPC) દ્વારા માધુરીના સ્વાસ્થ્યની સમીક્ષા કર્યા બાદ એને ગુજરાતથી મહારાષ્ટ્ર લઈ જવા માટે જરૂરી ટ્રાન્ઝિટ પરમિટ અને મંજૂરીઓ આપવામાં આવી છે.