05 February, 2025 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક્સાઇઝ ડિપાર્ટેમેન્ટના અધિકારીઓએ પાકી માહિતીના આધારે મુંબઈ-અમદાવાદ હાઇવે પર દહાણુ પાસે ગુજરાતથી આવેલા ટેમ્પોને આંતરી એમાંથી ૧૯ લાખ રૂપિયાનો ભારતમાં બનાવાયેલો વિદેશી દારૂ (ઇન્ડિયન મેઇડ ફૉરેન લિકર) જપ્ત કર્યો હતો. દૂરથી જ પોલીસે નાકાબંધી કરી હોવાનું જોતાં પકડાઈ જવાના ડરે ડ્રાઇવરે ટેમ્પો દૂર જ રોકી દીધો હતો અને ત્યાંથી નાસી ગયો હતો.
એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના પાલઘરના સુપરિન્ટેન્ડેન્ટ સુધાકર કદમે કહ્યું હતું કે ‘ત્રણ હજાર દારૂની બૉટલો અમને એ ટેમ્પોમાંથી મળી આવી હતી જેને મહારાષ્ટ્રમાં વેચવા પર પ્રતિબંધ છે. આ દારૂ ફક્ત દીવ અને દમણમાં જ વેચવાની પરવાનગી છે.’