08 January, 2025 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારની ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠક મુંબઈમાં મળી હતી, જેમાં વાહનો માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧ એપ્રિલથી રાજ્યમાં તમામ વાહનો માટે ફાસ્ટૅગ ફરજિયાત કરવામાં આવશે.
રાજ્યનાં તમામ ટોલ-નાકાં પર ૧ એપ્રિલથી તમામ વાહનોનો ટોલ માત્ર ફાસ્ટૅગથી જ લેવાના સરકારના આ નિર્ણયથી ટોલ-નાકાં પર થતા ટ્રાફિકમાં ઘટાડો થવાથી સમય અને ઈંધણ બચશે અને લોકોને રાહત થશે. એ ઉપરાંત ટોલ કલેક્ટ કરવામાં કાર્યક્ષમતાની સાથે પારદર્શિતા આવશે. ૧ એપ્રિલ બાદ ફાસ્ટૅગ નહીં હોય એવા વાહનચાલકો પાસેથી ટોલ-નાકાં પર ડબલ ચાર્જ વસૂલવામાં આવશે.