24 November, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ યુનિવર્સિટી
મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ કૅમ્પસની કૅન્ટીનને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તપાસ-અધિકારીઓને આ કૅન્ટીનમાં માન્ય ફૂડ બિઝનેસ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશનના અભાવ સહિત ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના અનેક નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
આ ઉપરાંત મુંબઈમાં વરલી ખાતે આવેલી નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા (NSCI), લોઅર પરેલની બ્રિટિશ બ્રૂઇંગ કંપની અને પ્રભાદેવીના એક પીત્ઝા આઉટલેટ સહિત છ ખાણી-પીણીની સંસ્થાઓનાં ફૂડ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન સ્વચ્છતાના ગંભીર ઉલ્લંઘન બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.