06 November, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
ભાંડુપમાં ગયા રવિવારે લગ્નના જમણવારમાં જમ્યા બાદ વર-કન્યા સહિત ઘણા લોકોને ફૂડ-પૉઇઝનિંગ થયું હતું અને ઝાડા-ઊલટી થવા માંડતાં હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (FDA)એ હવે આવું બનતું અટકાવી શકાય એ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઘરમાં જો લગ્ન-સમારંભ હશે અને મહેમાનોના જમવાની વ્યવસ્થા કરી હશે તો FDAને એ વિશેની માહિતી પહેલેથી જ આપવાની રહેશે; જેમ કે કેટલા મહેમાન જમશે? કઈ વાનગીઓ બનવાની છે? કેટરર કોણ છે? આ બધી જ માહિતી પહેલેથી જ FDAને આપવી જોઈએ જેથી FDA અગાઉથી જ ટેસ્ટિંગ કરી શકે. FDAના કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે લગ્ન ઉપરાંત કોઈ પણ મોટા ફન્ક્શનના આયોજન અગાઉ પણ FDAની વેબસાઇટ પર માહિતી આપીને ટેસ્ટિંગ માટે જણાવી શકાય છે.