✕

હિંગોલીમાં ફટાકડાના ગોડાઉનમાં આગ: બેનાં મોત, ૧૨ ઘાયલ

06 October, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિંગોલી શહેરના રેસિડેન્શિયલ વિસ્તારની મારવાડી ગલીના એક ઘરમાં ગેરકાયદે ફટાકડાનું ગોદામ રખાયું હતું

ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ પકડી લીધું હતું.

હિંગોલી શહેરના રેસિડેન્શિયલ વિસ્તારની મારવાડી ગલીના એક ઘરમાં ગેરકાયદે ફટાકડાનું ગોદામ રખાયું હતું. ગઈ કાલે એમાં ભીષણ આગ લાગી હતી. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં વિવિધ જાતના ફટાકડા ફૂટી રહ્યા હતા. આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગમાં એક મહિલા અને એક નાના બાળકનાં મૃત્યુ થયાં હતાં. આગ ઓલવ્યા બાદ એના કાટમાળ હેઠળથી મહિલા અને બાળકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.  

આગ આજુબાજુનાં ઘરોમાં પણ ફેલાઈ હતી. પાંચ ઘર પણ આગની ચપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આગ લાગ્યાની જાણ થતાં નગરપરિષદનાં ફાયર-એન્જિન આગ ઓલવવા પહોંચ્યાં હતાં. જોકે એક ફાયર-એન્જિન પણ આગની ચપેટમાં આવી ગયું હતું અને એના કર્મચારીઓ દાઝી ગયા હતા. કુલ ૧૦-૧૨ જણ આ આગમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તરત જ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

mumbai news mumbai maharashtra news maharashtra fire incident