મુંબઈમાં રાતના ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે

30 October, 2024 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ પછી જે કોઈ ફટાકડા ફોડશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી BMCએ આપી છે.

પ્રતીકાત્મક તસવીર

દર વર્ષે દિવાળીમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટે છે. છેલ્લાં થોડાં વર્ષોથી વાયુપ્રદૂષણ અને ધ્વનિપ્રદૂષણ ઓછું થાય એ માટે ઊહાપોહ મચી રહ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ હવે ગાઇડલાઇન બહાર પાડી છે. એમાં એણે બની શકે તો ઓછામાં ઓછું વાયુપ્રદૂષણ કે ધ્વનિપ્રદૂષણ થાય એવા ફટાકડા ફોડવાની લોકોને અપીલ કરી છે. એની સાથે જ ફટાકડા ફોડવા માટે રાતના ૧૦ વાગ્યા સુધીની લિમિટ આપી છે. એ પછી જે કોઈ ફટાકડા ફોડશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એવી ચેતવણી BMCએ આપી છે.

ફટાકડાના પ્રદૂષણને કારણે નાનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને અસ્થમાના દરદીઓને બહુ હેરાનગતિ થતી હોય છે તથા પર્યાવરણને પણ નુકસાન પહોચતું હોય છે. એથી BMCએ આહ‍્વાન કરતાં કહ્યું છે કે પ્રદૂષણ ઓછું થાય એ માટે મુંબઈગરાઓએ કાળજી રાખવી.

mumbai news mumbai brihanmumbai municipal corporation diwali air pollution environment