15 April, 2026 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસી હેડક્વૉર્ટર
મહારાષ્ટ્ર સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની પહેલ હેઠળ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સહયોગથી ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR) વ્યવહારો માટે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ ડિજિટલ પ્લૅટફૉર્મ e-TDR સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ ૧૫ એપ્રિલથી સંપૂર્ણપણે કાર્યરત થશે અને https://etdr.mcgm.gov.in પર સુલભ હશે. ખરીદદારો અને વેચાણકર્તાઓ બન્ને માટે પોર્ટલ પર નોંધણી ફરજિયાત છે. આ પ્લૅટફૉર્મ દ્વારા TDR ટ્રાન્ઝૅક્શન્સ વધુ ટ્રાન્સપરન્ટ, સિક્યૉર અને એફિશ્યન્ટલી હાથ ધરવામાં આવશે. એ શહેરની અંદર રિઝર્વ્ડ પ્લૉટ અને ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) સંબંધિત વ્યવહારોમાં વધુ સરળતા પણ પ્રદાન કરશે. આ સિસ્ટમ ખરીદદારો અને વેચાણકર્તાઓને TDR વ્યવહારો પારદર્શક અને ઝડપથી કરવા સક્ષમ બનાવશે.