30 August, 2025 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ભિવંડીમાં જુદા-જુદા વિસ્તારોમાં રહેતાં પાંચ કિશોર એક જ દિવસે એક જ સમયે ગુમ થવાની ફરિયાદ મળી છે. આ કિશોરોનું અપહરણ થયું હોય એવી આશંકા તેમના પરિવારે જણાવી છે.
શાંતિનગર પોલીસને મળેલી ફરિયાદ મુજબ મંગળવારે સાંજે ૧૨થી ૧૩ વર્ષના બે કિશોર ફાદીમૂલ ઇસ્લામ મદરેસામાંથી ગુમ થયા હતા. એ જ દિવસે સાંજે ૧૩થી ૧૫ વર્ષના ૩ કિશોર શુક્લા ચાલમાં આવેલા તેમના ઘરની બહાર રમતા હતા ત્યાંથી ગુમ થયા હતા. આ કિશોરોની શોધખોળ કર્યા બાદ તેમનો પત્તો ન લાગતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે તાત્કાલિક આ કિશોરોને શોધવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ હજી સુધી આ પાંચમાંથી એક પણ કિશોરનો પત્તો લાગ્યો નથી એમ શાંતિનગર પોલીસના એક અધિકારી જણાવ્યું હતું.