વાજતે-ગાજતે દોઢ દિવસના ગણપતિની ત્રીસેક હજાર મૂર્તિઓનું વિસર્જન થયું

30 August, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણપતિની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓના સ્થાપનની સંખ્યા વધવાને પગલે બિલ્ડિંગમાં અને ઘરમાં જ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવાનું પ્રમાણ વધ્યું છે.

તસવીર : અતુલ કાંબળે, તસવીરો : આશિષ રાજે

ગણેશચતુર્થીએ મુંબઈગરાઓએ જેટલા હર્ષોલ્લાસથી ગણપતિબાપ્પાને આવકાર્યા હતા એટલા જ ઉત્સાહથી દોઢ દિવસ તેમની પૂજા-અર્ચના કરીને ગુરુવારે બાપ્પાને વળાવ્યા હતા. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ ગુરુવારે રાત્રે ૯ વાગ્યા સુધી ગણપતિની ૨૯,૯૬૫ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

BMCએ મૂર્તિના વિસર્જન માટે ૨૮૮થી વધુ કૃત્રિમ તળાવો બનાવ્યાં છે, જેમાં ગુરુવારે ૩૩૭ સાર્વજનિક મંડળોની મૂર્તિ, ૨૯,૬૧૪ ઘરના ગણપતિની મૂર્તિઓ અને ૧૪ હરતાલિકાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

તસવીર : આશિષ રાજે

મોટા ભાગના મુંબઈગરાઓ દોઢ દિવસના ગણપતિ લાવતા હોવાને કારણે ગુરુવારે બપોર પછી મુંબઈના રસ્તાઓ પર ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે બાપ્પાની મૂર્તિ વિસર્જિત કરવા જનારાઓની ભીડ ઊમટી હતી. ગણપતિની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓના સ્થાપનની સંખ્યા વધવાને પગલે બિલ્ડિંગમાં અને ઘરમાં જ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવાનું પ્રમાણ વધ્યું છે.

ganesh chaturthi ganpati festivals brihanmumbai municipal corporation environment mumbai news mumbai news monsoon news mumbai monsoon mumbai rains