01 September, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈનાં અનેક સાર્વજનિક મંડળો અને ઘરોમાં પધારતા ગણપતિબાપ્પાની પાંચ દિવસ સેવા-પૂજા અને આગતા-સ્વાગતા કરીને પાંચમા દિવસે એમને વિદાય આપવામાં આવી હતી. ગણેશોત્સવના પાંચમા દિવસે રવિવારે રાતે ૯ વાગ્યા સુધીમાં કુલ ૧૭,૧૦૬ મૂર્તિઓનું વાજતેગાજતે વિસર્જન થયું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ સાર્વજનિક મંડળોની ૨૭૫ મૂર્તિ, ઘરે સ્થાપિત કર્યા હોય એવા ગણપતિની ૧૬,૮૧૬ મૂર્તિ અને હરતાલિકાની ૧૫ મૂર્તિઓનું રવિવારે વિસર્જન કરવામાં આવ્યું હતું.
અનેક બિલ્ડિંગમાં નાનો હોજ બનાવીને કે ઘરમાં જ પાણી ભરેલા ડ્રમમાં ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિઓનું વિસર્જન કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. અનેક પરિવારોએ આ રીતે ઘરે જ મૂર્તિનું વિસર્જન કરવાનું પસંદ કર્યું હતું.