05 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાડ-વેસ્ટના માલવણી વિસ્તારમાં બે યુવતીઓ રિક્ષામાં બેસીને ડ્રગ્સ લેતી હોવાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો
મલાડ-વેસ્ટના માલવણી વિસ્તારમાં બે યુવતીઓ રિક્ષામાં બેસીને ડ્રગ્સ લેતી હોવાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો છે. છૂપી રીતે આ વિડિયો લઈ રહેલો માણસ જ્યારે તેમને કહે છે કે ડ્રગ્સ લેવાથી તેમના સ્વાસ્થ્ય પર અવળી અસર પડી શકે છે ત્યારે તેઓ એમ કહેતી સંભળાય છે કે અમને ડ્રગ્સની લત લાગી ગઈ છે અને અમે એના વગર રહી નહીં શકીએ. વિડિયોમાં માણસ તેમને પૂછે પણ છે કે તેમણે આ ડ્રગ્સ ક્યાંથી અને કેટલામાં મેળવ્યું? યુવતીઓ તેને ૨૦૦ રૂપિયામાં એક સેશૅ મળ્યું હોવાનું જણાવે છે.
મુંબઈ પોલીસે એના ટ્વિટર હૅન્ડલ પર લખ્યું હતું કે તેમણે આ વિડિયોની નોંધ લીધી છે અને માલવણી પોલીસને આ બાબતે તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.