25 February, 2026 10:31 AM IST | Aurangabad | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
પૈઠણના નાથ મંદિર સંકુલ પાછળ આવેલા દશક્રિયા વિધિ ઘાટ પર દર વર્ષે સેંકડો અંતિમ સંસ્કાર અને મરણોત્તર વિધિઓ યોજાય છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર આ વિધિ દરમિયાન મરનાર સાથે ચડાવવામાં આવતી સોના-ચાંદીની વસ્તુઓ, દાગીના અસ્થિ સાથે પધરાવવામાં આવે છે. આ પધરાવેલા દાગીના નદીના તળમાં જમા થાય છે. એક વર્ષ સુધી પાણીની અંદર રહેલો આ કાંપ પાણી ઓસરી ગયા પછી બહાર આવે છે. એથી લોકો સોનું શોધવાની આશામાં મોટી સંખ્યામાં નદીના પટમાં આવે છે. જોકે કેટલાકને ધાતુના નાના ટુકડા મળી આવ્યા હોવાની ચર્ચા છે, પરંતુ મોટા ભાગના લોકો નસીબ પર વિશ્વાસ રાખીને કાંપમાંથી ચાળણી કરતા જોવા મળે છે. દરમિયાન નદીના તળમાં સોનું શોધવા વધતી ભીડને કારણે આ ધસારો ચર્ચાનો વિષય બની ગયો છે.