25 November, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગોરાઈ ગામમાં મુંડાપાડામાં એસ્સેલવર્લ્ડ પાર્કિંગની સામે આવેલું આ વિસ્તારનું એકમાત્ર હનુમાન મંદિર જીર્ણોદ્ધાર બાદ ગઈ કાલે ફરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ગોરાઈ ગામમાં મુંડાપાડામાં એસ્સેલવર્લ્ડ પાર્કિંગની સામે આવેલું આ વિસ્તારનું એકમાત્ર હનુમાન મંદિર જીર્ણોદ્ધાર બાદ ગઈ કાલે ફરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયની મદદથી આ મંદિરનું પાકું બાંધકામ કરીને ગઈ કાલે તેમના હસ્તે દર્શન માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંજય ઉપાધ્યાયનાં પત્ની, નગરસેવક શિવા શેટ્ટી અને BJPના નેતા ગોપાલ શેટ્ટી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. રામને જેમને હોડીમાં બેસાડીને નદી પાર કરાવી હતી એ નિષાદ જાતિના કેવટ લોકો આ ગામમાં વસે છે. તેમના હસ્તે નારિયેળ વધેરીને પૂજા શરૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ, સત્યનારાયણની કથા અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૬ વર્ષ જૂના આ મંદિરનું બાંધકામ કાચું હતું અને છત પણ પતરાંની હતી. હનુમાનજીનાં દર્શન કરવા માટે આખા વિસ્તારના લોકોને ભાઈંદર અથવા ઉત્તન જવું પડતું હતું. જીર્ણોદ્ધાર બાદ હવે દર મંગળવારે અહીં ભંડારો કરવાની યોજના વિચારણા હેઠળ છે.