નાશિકના નમોકાર તીર્થ માટે સરકારે ૩૬.૩૫ કરોડ રૂપિયાના પ્લાનને મંજૂરી આપી

24 December, 2025 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર સરકારે નાશિકમાં જૈન તીર્થસ્થાન નમોકાર તીર્થ માટે ૩૬.૩૫ કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર સરકારે નાશિકમાં જૈન તીર્થસ્થાન નમોકાર તીર્થ માટે ૩૬.૩૫ કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક મીટિંગમાં આ મંજૂરી આપીને અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા કે આ પ્લાન હાઈ ક્વૉલિટી સ્ટાન્ડર્ડ્સ જાળવીને તથા નક્કી કરાયેલા સમયમાં પૂરો થવો જોઈએ. તીર્થસ્થળની મુલાકાત લેવા માટે આવતા શ્રદ્ધાળુઓને તમામ જરૂરી સુવિધાઓ મળે એ આ પ્લાનનો હેતુ છે. ડેવલપમેન્ટ પ્લાનનાં કામોમાં કૉન્ક્રીટ રોડ, પ્રોટેક્શન વૉલ, બોટિંગ સુવિધાઓ, હેલિપૅડ, પાર્કિંગ એરિયા, ઇલેક્ટ્રિસિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છતા માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે.

ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલ

નોંધનીય છે કે આગામી છથી ૨૫ ફેબ્રુઆરી સુધી આ નમોકાર તીર્થમાં ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલનું આયોજન થવાનું છે જેમાં દેશ અને વિદેશમાંથી ૧૦થી ૧૫ લાખ શ્રદ્ધાળુઓ આવશે એવી અપેક્ષા છે.

mumbai news mumbai nashik maharashtra government maharashtra news maharashtra