મુંબઈ, થાણેમાં ફ્લૅટના વેચાણમાં ઘટાડો, નવી મુંબઈમાં થયો વધારો

28 December, 2024 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ મુંબઈ અને થાણેમાં ફ્લૅટનું વેચાણ ઘટ્યું છે જ્યારે એની સામે નવી મુંબઈમાં ફ્લૅટના વેચાણમાં ૨૩ ટકાનો વધારો નોંધાયો છે.

પ્રતીકાત્મક તસવીર

વર્ષે ગયા વર્ષની સરખામણીએ મુંબઈ અને થાણેમાં ફ્લૅટનું વેચાણ ઘટ્યું છે જ્યારે એની સામે નવી મુંબઈમાં ફ્લૅટના વેચાણમાં ૨૩ ટકાનો વધારો નોંધાયો છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં આ વર્ષે ૧,૫૫,૩૩૫ ફ્લૅટનું વેચાણ થયું છે જેમાંથી મુંબઈમાં સૌથી વધુ ૬૯ ટકા એટલે કે ૧,૦૭,૫૩૦ ફ્લૅટ વેચાયા છે. જોકે એ ગયા વર્ષ કરતાં ઓછા છે. ગયા વર્ષે મુંબઈમાં ૧,૧૦,૪૫૦ ફ્લૅટ વેચાયા હતા, જ્યારે થાણેમાં ૨૦૨૩માં ૧૯,૨૪૦ ફ્લૅટ વેચાયા હતા એની સામે આ વર્ષે ૧૮,૧૬૫ ફ્લૅટ વેચાયા હતા. આમ એમાં ૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

નવી મુંબઈમાં ગયા વર્ષે ૨૪,૧૮૦ ફ્લૅટ વેચાયા હતા એની સામે આ વર્ષે ૨૯,૬૪૦ ફ્લૅટનું વેચાણ થતાં ૨૩ ટકાનો વધારો થયો છે. MMRમાં આ વર્ષે કુલ ૧,૩૪,૫૦૦ નવા ફ્લૅટનો વધારો થયો હતો જેમાંથી મુંબઈમાં જ ૯૭,૨૬૦ ફ્લૅટ છે.

ગયા વર્ષે મુંબઈમાં ૧,૧૩,૫૯૦ ફ્લૅટ તૈયાર થયા હતા. આ વર્ષે એમાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો; જ્યારે નવી મુંબઈમાં આ વર્ષે ૨૨,૦૪૦ નવા ફ્લૅટ તૈયાર થયા હતા જેની સામે ગયા વર્ષે ૨૮,૫૧૦ ફ્લૅટ બન્યા હતા. થાણેમાં ગયા વર્ષે ૧૫,૬૦૦ ફ્લૅટ તૈયાર થયા હતા જ્યારે આ વર્ષે ૧૫,૨૦૦ ફ્લૅટ તૈયાર થયા હતા.

mumbai mumbai metropolitan region development authority real estate thane navi mumbai mumbai news news