✕

મહારાષ્ટ્રમાં SIR હેઠળ મતદારોનાં નામ રદ કરવા પર તાત્કાલિક વચગાળાનો સ્ટે આપવાનો હાઈ કોર્ટનો ઇનકાર

06 October, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે નોંધ્યું હતું કે SIR સંબંધિત બાબતો હાલમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

બૉમ્બે હાઈ કોર્ટ

ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI) દ્વારા મહારાષ્ટ્રમાં મતદારયાદી સુધારણા માટે હાથ ધરાયેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ મતદારોનાં નામ રદ કરવા પર તાત્કાલિક વચગાળાનો મનાઈહુકમ આપવાનો બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે ઇનકાર કર્યો છે.

કોર્ટે નોંધ્યું હતું કે SIR સંબંધિત બાબતો હાલમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં વડી અદાલત દ્વારા કોઈ સમાંતર કાર્યવાહી હાથ ધરવી કે કોઈ આદેશ પસાર કરવો યોગ્ય રહેશે નહીં. હાઈ કોર્ટે આ અવલોકન ભૂતપૂર્વ સંસદસભ્ય પ્રકાશ આંબેડકર દ્વારા સ્થાપિત રાજકીય પક્ષ વંચિત બહુજન આઘાડીની યુવા પાંખના પ્રમુખ સાગર ગવઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમ્યાન કર્યું હતું. અદાલતે વધુ સુનાવણી ત્રણ અઠવાડિયાં પછી મુલતવી રાખી હતી.

mumbai news mumbai election commission of india maharashtra news maharashtra