20 August, 2025 01:42 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
હેલિકૉપ્ટરનું ફોર્સ લૅન્ડિંગ
પુણેના બિલ્ડરનું એક પ્રાઇવેટ હેલિકૉપ્ટર ૧૫ ઑગસ્ટે મુંબઈ જવા નીકળ્યું હતું જેમાં બે પાઇલટ હતા અને ચાર પૅસેન્જર હતા. સખત વરસાદ અને ધુમ્મસને કારણે વિઝિબિલિટીની સમસ્યા ઊભી થતાં પાઇલટે એ મુળશી જિલ્લાના સલ્તાર વિલેજમાં ઉતારવું પડ્યું હતું. એક મંદિર તરફ જતા કૉન્ક્રીટના નાના એવા રોડ પર એ હેલિકૉપ્ટરનું સફળ લૅન્ડિંગ કર્યું હતું. જોકે એ સ્પૉટ એવો હતો કે એક બાજુ આમ્બિ વૅલી હતી અને બીજી બાજુ મુળશી ડૅમ હતો એટલે એ હેલિકૉપ્ટર લૅન્ડ કરાવવું બહુ ચૅલેન્જિંગ બની ગયું હતું.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ઘોડબંદર-ફાઉન્ટન હોટેલથી વસઈ સુધી બમ્પર-ટુ-બમ્પર ટ્રાફિક જૅમ થવાને કારણે કલાકો સુધી મોટરિસ્ટોએ હેરાનગતિ ભોગવવી પડી હતી.
ગોરેગામના ઑબેરૉય મૉલની બહાર પાણી ભરાઈ જવાથી આસપાસની વસાહતમાં રહેતાં અમુક બાળકોએ પાણીમાં સ્વિમિંગની મજા લીધી હતી.