05 November, 2025 07:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉસ્ટેજ સિચુએશન સ્પેશ્યલિસ્ટ ACP શાલિની શર્મા
મહારાષ્ટ્ર ગૃહ વિભાગે ગઈ કાલે અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) રૅન્કના ચાર અધિકારીઓની બદલીનો ઑર્ડર આપ્યો હતો. ૨૬/૧૧ આતંકવાદી હુમલા પછી હૉસ્ટેજ સિચુએશન સંભાળવા માટે લંડનમાં ખાસ ટ્રેઇનિંગ લઈને આવેલાં પ્રથમ મહિલા-ઑફિસર શાલિની શર્માની પણ બદલી કરવામાં આવી છે અને તેમને હવે મુંબઈમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી તેઓ નાગપુરમાં હતાં.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ મુંબઈમાં રા સ્ટુડિયોમાં ૧૭ બાળકો સહિત કુલ ૧૯ લોકોને હૉસ્ટેજ બનાવવાની ઘટના બની હતી, જેમાં મુખ્ય આરોપી રોહિત આર્યનું મુંબઈ પોલીસ દ્વારા હાથ ધરાયેલી બચાવ-કામગીરીમાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું.