✕

જૈન સમાજના જરૂરિયાતમંદ વર્ગને કરોડો રૂપિયાની વ્યાજમુક્ત લોન સહાયતા અર્પણ

03 November, 2026 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્ર રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, વિધાનસભ્ય પરાગ શાહ અને લલિત ગાંધી (રાજ્યપ્રધાન) દ્વારા મહારાષ્ટ્ર સરકારના જૈન અલ્પસંખ્યક વિકાસ આર્થિક મહામંડળની વિવિધ યોજના લૉન્ચ કરવામાં આવી હતા

જૈન સમાજના ચારેય ફિરકાનાં સાધુ–સાધ્વીજી અને દિગંબર સંપ્રદાયના ભટ્ટારક લક્ષ્મીસેન મહાસ્વામીની પાવન નિશ્રામાં યોજાયે કાર્યક્રમ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબ, મુનિરાજ મુક્તિનિલય મ. સા., આચાર્ય પૂજ્ય યશકલ્યાણ વિજય મ.સા.ના પાવન સાંનિધ્યમાં પહેલી નવેમ્બરે ઘાટકોપરમાં આરાધ્યા ભક્તિ પાર્ક ખાતે ૩ મહત્ત્વપૂર્ણ આયોજનોનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. જૈન સમાજના ચારેય ફિરકાનાં સાધુ–સાધ્વીજી અને દિગંબર સંપ્રદાયના ભટ્ટારક લક્ષ્મીસેન મહાસ્વામીની પાવન નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જૈન અલ્પસંખ્યક વિકાસ આર્થિક મહામંડળ દ્વારા સમાજના જરૂરિયાતમંદ લોકોને ઋણસહાય દ્વારા આર્થિક સશક્તીકરણની પહેલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે જૈન સમાજના આર્થિક સશક્તીકરણ માટે ૫૧ કરોડ રૂપિયાના લાભ સાથે ઐતિહાસિક સહાય અર્પણની પહેલ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢા, વિધાનસભ્ય પરાગ શાહ અને લલિત ગાંધી (રાજ્યપ્રધાન) દ્વારા મહારાષ્ટ્ર સરકારના જૈન અલ્પસંખ્યક વિકાસ આર્થિક મહામંડળની વિવિધ યોજના લૉન્ચ કરવામાં આવી હતા. એમાં મહાસતી ચંદનબાળા કર્મ યોજના અંતર્ગત ૩૦૦ કર્મપ્રધાન મહિલાઓને ૧ લાખ રૂપિયા સુધીની લોન-સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા, જ્યારે શેઠ વાલચંદ હીરાચંદ સ્વરોજગાર યોજના અંતર્ગત ૫૧૧ કર્મઠ યુવાનોને ૧૦ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોનના પ્રાથમિક મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કર્મવીર ભાઉરાવ પાટીલ ઉચ્ચ શિક્ષણ ઋણ યોજના, આવાસ ઋણ યોજના, ભાગીદારી વ્યવસાય ઋણ યોજના, મહિલા બચત જૂથ ઋણ યોજના જેવી વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને પણ સહાયતા અર્પણ કરવામાં આવી હતી.

mumbai news mumbai jain community gujaratis of mumbai namramuni maharajsaheb ghatkopar maharashtra news maharashtra