16 May, 2025 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જૈન જાગૃતિ સેન્ટર (JJC) સેન્ટ્રલ બોર્ડ અને JJC સેન્ટ્રલ બોર્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત જૈન પરિવારના લગ્નોત્સુક માટે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જૈન લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે JJC નૉર્થ-ઈસ્ટ દ્વારા બનાવવામાં આવેલી ખાસ વેબસાઇટ https://vivaah.jjcnortheast.comનું લોકાર્પણ માતુશ્રી મંજુલાબેન જેઠાલાલ મોરબિયાના વરદ હસ્તે કરવામાં આવશે. શનિવારે ૧૭ મેએ સવારે ૮ વાગ્યાથી બપોરે બે વાગ્યા દરમ્યાન ઘાટકોપર-ઈસ્ટમાં તિલકનગર રોડ પર આવેલા ભાનુશાલી બૅન્ક્વેટ ખાતે પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરીને એની સેવાઓનો લાભ લઈ શકાય છે. ૩૧ જુલાઈ સુધી નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. દર ત્રણ મહિને યુવક-યુવતી પરિચય મિલનનું આયોજન કરવામાં આવશે. JJC નૉર્થ-ઈસ્ટની ઑફિસમાં દર બુધવારે અને શનિવારે બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી માર્ગદર્શન આપવામાં આવશે.
આ વિશે વધુ માહિતી મેળવવા માટે ડિમ્પલ પંડ્યા અને પ્રિયંકા ખેતાનને ૯૮૨૦૧૯૧૮૫૭ નંબર પર માત્ર વૉટ્સઍપ દ્વારા સંપર્ક કરી શકાય અથવા ૯૮૨૦૦૪૮૮૫૧ નંબર પર સોમવારથી શનિવાર ૧૦થી ૨ અને ૩થી ૫ વાગ્યા દરમ્યાન ફોન કરી શકાય. ઑફિસ-ઍડ્રેસ : ઑફિસ નંબર ૨, C/O-રમેશ સ્ટોન સપ્લાય કંપની, શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ, હિંગવાલા લેન, ઘાટકોપર-ઈસ્ટ.