✕

એક જ બાઇક પર જતા એક જ પરિવારના ૬ સભ્યોનો જીવલેણ અકસ્માત

16 October, 2026 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૂળ મધ્ય પ્રદેશના પરિવારને જળગાવમાં નડ્યો અકસ્માત, ૩ મહિનાથી પાંચ વર્ષનાં ત્રણ બાળકો સહિત આખા પરિવારનો આવ્યો કરુણ અંત

ઍક્સિડન્ટ પહેલાંની ક્ષણ.

જળગાવમાં ટ્રક અને બાઇક વચ્ચેની ટક્કરમાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના ૬ સભ્યોનાં મોત થયાં છે. ૬ લોકો એક જ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે જામનેરમાં ટ્રક સાથે અથડાતાં આ જીવલેણ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ ત્રણ મહિના, ત્રણ વર્ષ અને પાંચ વર્ષનાં એમ ત્રણ બાળકો, બે પુરુષો અને એક મહિલા સહિત ૬ લોકો રસ્તા પર 
અલગ-અલગ દિશામાં ફંગોળાઈ ગયાં હતાં.

આ પરિવાર મધ્ય પ્રદેશના બુરહાનપુરનો રહેવાસી હતો અને ગઈ કાલે સાંજે મધ્ય પ્રદેશના પોતાના ઘરે પાછો જઈ રહ્યો હતો. ખેતમજૂરી કરતા આ પરિવારની બાઇક આગળ જતી ટ્રકને અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બધાને હૉસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ આ અકસ્માતની તપાસ કરી રહી છે. 

mumbai news mumbai jalgaon maharashtra news maharashtra road accident