સાડી પર સ્નીકર્સ પહેરીને જેમિમા રૉડ્રિગ્સ ખુશ છે

20 April, 2025 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯ વર્ષની ઉંમરે જ્યાં હૉકી માટે સિલેક્ટ થઈ હતી ત્યાં ક્રિકેટ માટે પુરસ્કાર મળ્યો

જેમિમા રૉડ્રિગ્સ

મહારાષ્ટ્ર સરકારે હાલમાં ભારતીય મહિલા ટીમની ક્રિકેટર જેમિમા રૉડ્રિગ્સને શિવ છત્રપતિ રાજ્ય ખેલ સન્માન પુરસ્કારથી સન્માનિત કરી હતી. પુણેના બાલેવાડી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આ ઇવેન્ટ બાદ ૨૪ વર્ષની જેમિમાએ ત્યાં આવેલી એક ટર્ફનો વિડિયો શૅર કરીને રસપ્રદ માહિતી શૅર કરી હતી. ૧૫ વર્ષ પહેલાં નવ વર્ષની ઉંમરે આ જ ટર્ફ પર તે મહારાષ્ટ્ર અન્ડર-19 હૉકી ટીમ માટે સિલેક્ટ થઈ હતી. આ ઇવેન્ટમાં જેમિમા સાડીની સાથે સ્પોર્ટ્‍સ શૂઝ પહેરીને ગઈ હતી અને વિડિયોમાં એ દેખાડીને જબરી ખુશ થઈ હતી.

mumbai news mumbai sports news sports cricket news hockey