Maharashtra: `આવી કૉમેડી નહીં ચાલે, કુણાલ કામરા માફી માગે`- CM ફડણવીસે બતાવી આંખ

25 March, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉમેડિયન કુણાલ કામરાને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણી કરવું ભારે પડ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કુણાલ કામરાને ચેતવણી આપી છે. સીએમ ફડણવીસે કહ્યું કે, કુણાલ કામરાએ માફી માગવી જોઈએ. આ સહન નહીં કરવામાં આવે.

દેવેન્દ્ર ફડણવીસ, કુનાલ કામરા, એકનાથ શિંદેની તસવીરોનો કૉલાજ

કૉમેડિયન કુણાલ કામરાને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણી કરવું ભારે પડ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કુણાલ કામરાને ચેતવણી આપી છે. સીએમ ફડણવીસે કહ્યું કે, કુણાલ કામરાએ માફી માગવી જોઈએ. આ સહન નહીં કરવામાં આવે.

કૉમેડિયન કુણાલ કામરાને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણી કરવું ભારે પડ્યું છે. તેમના વિરુદ્ધ પોલીસમાં પ્રાથમિકી નોંધાવવામાં આવી છે. શિવસૈનિકોમાં આક્રોશ છે. તો મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ કુણાલ કામરાને ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યં કે સ્ટેન્ડ-અપ કૉમેડી કરવાની આઝાદી છે, પણ તેઓ મન ફાવે તેમ બોલી ન શકે. મહારાષ્ટ્રની જનતા નક્કી કરી ચૂકી છે કે ગદ્દાર કોણ છે. કુણાલ કામરાએ માફી માગવી જોઈએ. આ ચલાવી લેવામાં નહીં આવે.

સીએમએ કહ્યું કે કૉમેડી કરવાનો અધિકાર છે, પણ જાણીજોઈને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેને બદનામ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે, તો આ યોગ્ય નથી. કુણાલ કામરાએ એ લાલ સંવિધાનની ચોપડી પોસ્ટ કરી છે, જે રાહુલ ગાંધીએ બતાવી હતી. બન્નેએ સંવિધાન નથી વાચ્યું. સંવિધાન આપણને બોલવાની આઝાદી આપે છે, પણ તેની કેટલીક મર્યાદાઓ છે.

ફડણવીસે કહ્યું કે લોકોએ 2024ની વિધાનસભા ચૂંટણીમાં અમને મત આપ્યો અને સમર્થન આપ્યું. જે લોકો દેશદ્રોહી હતા, તેમને પોતાના ઘરે મોકલી દીધા. જનતાએ તે લોકોને તેમની જગ્યા બતાવી દીધી, જેમણે હાસ્ય નિપજાવ્યું. અપમાનજનક નિવેદન આપવા સ્વીકાર્ય નથી. આને અભિવ્યક્તિની સ્વતંત્રતા તરીકે યોગ્ય ન કહી શકાય.

જાણો શું છે આખી ઘટના?
સ્ટેન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ પોતાના શૉમાં શિંદે પર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલે ભડકેલા શિવસૈનિકોએ જ્યાં શૉનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાં ધામો નાખ્યો. હકીકતે, શિવસેના કાર્યકર્તાઓએ રવિવારે મુંબઈના ખાસ વિસ્તારમાં હોટેલ યૂનિકૉન્ટિનેંટલમાં તોડફોડ કરી હતી. આ હોટેલમાં સ્ટેન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાના શૉનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેણે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કટાક્ષ કરતા તેમને ગદ્દાર કહ્યા હતા. ત્યાર બાદ શિવસેના યુવા સેના (શિંદે જૂથ)ના મહાસચિવ રાહુલ કનાલ અને 19 અન્ય વિરુદ્ધ પ્રાથમિકી નોંધવામાં આવી છે. બીએનએસ અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની વિભિન્ન કલમો હેઠળ એફઆઈઆર નોંધાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Kunal Kamra FIR: શિંદેને લઈ મજાક કરનાર કુણાલ કામરા સામે શિવસૈનિકોમાં રોષ, હોટેલમાં કરી તોડફોડ!

તમને જણાવી દઈએ કે આ વીડિયો સ્ટેન્ડ-અપ કૉમેડિયન તરીકે પ્રસિદ્ધિ મેળવનાર કુણાલ કામરા (Kunal Kamra FIR) એ ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર વ્યંગાત્મક ગીત ગઈ રહ્યો છે. આ ગીતમાં તેણે એકનાથ શિંદેને દેશદ્રોહી ગણાવ્યા છે. ત્યારબાદ આ વિડીયોએ જબરદસ્ત રોષ ફેલાવ્યો. વળી, સંજય રાઉતે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો, અને આ વિવાદે જોર પકડયું છે. તેઓએ આ વિડીયો શેર કરતાં લખ્યું હતું કે "કુણાલની કમાલ. જય મહારાષ્ટ્ર"

eknath shinde devendra fadnavis maharashtra news maharashtra mumbai news mumbai political news shiv sena social media